આઇસીઆઇસીઆઇ બેન્ક – વિડીયોકોન
ઘણા સમયથી આઇસીઆઇસીઆઇ બેન્ક તેમજ ચંદા કોચર ખોટા કારણોસર સમાચારોમાં છવાયેલા રહે છે. પહેલાતો જાણીએ ચંદા કોચર કોણ છે ? ચંદા કોચર આઇસીઆઇસીઆઇ બેન્કનાં મેનેજીંગ ડાઇરેક્ટર અને ચિફ એક્ઝેક્યુટીવ ઓફિસર છે. ચંદા કોચરે ૧૯૮૪માં આઇસીઆઇસીઆઇમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૯૪માં આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ૧૯૯૬માં ડીજીએમ ડેપ્યુટી જનરલ મેનેજર બન્યા. ૧૯૯૮માં જનરલ મેનેજર તરીકે બઢતી થઇ. ૨૦૦૬માં ચંદા કોચરની ડેપ્યુટી મેનેજીંગ ડાયરેક્ટર તરીકે નિમણુક થઇ. ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી બેન્કનાં ચિફ ફાઇનાન્સિયલ ઓફિસર અને જોઇન્ટ મેનેજીન્ગ ડાઇરેક્ટર રહ્યા. અને આખરે ૨૦૦૯માં ચંદા કોચર બેન્કનાં મેનેજીન્જ ડાયરેક્ટર અને ચિફ એક્ઝેક્યુટીવ ઓફિસર તરીકે નિમાયા. આઇસીઆઇસીઆઇ બેન્ક અને ચંદા કોચર શા માટે સમાચારોમાં છવાયેલા રહે છે તેનું કારણ છે બેન્કે વિડીયોકોન ગ્રુપને આપેલી ૩૨૫૦ કરોડની લોન! વર્ષ ૨૦૧૨માં ૨૦ બેન્કોએ મળીને વિડિયોકોન ગ્રુપને ૪૦ હજાર કરોડની લોન આપી હતી. એ ૨૦ બેન્કોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક પણ હતી કે જેણે ૪૦ હજાર કરોડમાંથી ૩૨૫૦ કરોડની લોન આપી હતી. સામાન્ય માણસને તો પહેલ...