આઇસીઆઇસીઆઇ બેન્ક – વિડીયોકોન


ઘણા સમયથી આઇસીઆઇસીઆઇ બેન્ક તેમજ ચંદા કોચર ખોટા કારણોસર  સમાચારોમાં છવાયેલા રહે છે.

પહેલાતો જાણીએ ચંદા કોચર કોણ છે?   ચંદા કોચર આઇસીઆઇસીઆઇ બેન્કનાં મેનેજીંગ ડાઇરેક્ટર અને ચિફ એક્ઝેક્યુટીવ ઓફિસર છે. ચંદા કોચરે ૧૯૮૪માં આઇસીઆઇસીઆઇમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૯૪માં આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ૧૯૯૬માં ડીજીએમ ડેપ્યુટી જનરલ મેનેજર બન્યા. ૧૯૯૮માં જનરલ મેનેજર તરીકે બઢતી થઇ. ૨૦૦૬માં ચંદા કોચરની ડેપ્યુટી મેનેજીંગ ડાયરેક્ટર તરીકે નિમણુક થઇ. ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી બેન્કનાં ચિફ ફાઇનાન્સિયલ ઓફિસર અને જોઇન્ટ મેનેજીન્ગ ડાઇરેક્ટર રહ્યા. અને આખરે ૨૦૦૯માં ચંદા કોચર બેન્કનાં મેનેજીન્જ ડાયરેક્ટર અને ચિફ એક્ઝેક્યુટીવ ઓફિસર તરીકે નિમાયા.


આઇસીઆઇસીઆઇ બેન્ક અને ચંદા કોચર શા માટે સમાચારોમાં છવાયેલા રહે છે તેનું કારણ છે બેન્કે વિડીયોકોન ગ્રુપને આપેલી ૩૨૫૦ કરોડની લોન!

વર્ષ ૨૦૧૨માં ૨૦ બેન્કોએ મળીને વિડિયોકોન ગ્રુપને ૪૦ હજાર કરોડની લોન આપી હતી.  એ ૨૦ બેન્કોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક પણ હતી કે જેણે ૪૦ હજાર કરોડમાંથી ૩૨૫૦ કરોડની લોન આપી હતી. સામાન્ય માણસને તો પહેલા એ જ વિચાર આવે કે બેન્ક લોન આપે એમાં શું ખોટું છે? લોન આપવી એ બેન્કનો ધંધો છે, બેન્ક  લોન નહી આપે તો કમાણી કેવી રીતે કરશે અને કમાણી નહી થશે તો બેન્ક કેવી રીતે ચાલશે?

અહિંયા સવાલ એ નથી. લોન આપવી એમા કાંઇ ખોટું નથી પણ જો બેન્કનાં કર્મચારી પોતાની સત્તાનો લાભ ઊઠાવીને લોન મંજુર કરી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાયદો ઊઠાવે તો એ ખોટું છે.      

૨૨ ઓક્ટોબર ૨૦૧૬એ અરવિંદ ગુપ્તા નામનાં વ્હિસલબ્લોઅરે દેશનાં વડપ્રધાનને સંબોધિત કરતો એક અહેવાલ તેનાં બ્લોગ પર લખ્યો હતો. અહેવાલનો વિષય હતો કે ૨૦૧૨ માં આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા વિડીયોકોન ગ્રુપને અપાયેલી ૩૨૫૦ કરોડની લોનમાં બેંકનાં સિઇઓ અને મેનેજીન્ગ ડાઇરેક્ટરે પરોક્ષ રીતે બીજો લાભ ઊઠાવ્યો છે. ચંદા કોચર પર એવો આરોપ મુકવામાં આવેલ છે કે વિડીયોકોન ગ્રુપનાં પ્રસ્થાપક વેણુગોપાલ ધૂત અને ચંદા કોચરનાં પતિ દીપક કોચર વચ્ચે બિઝનેસ વહીવટો હતા અને તેને લીધે જ લોન આપવામાં મહેરબાની થઇ હતી.

ડિસેમ્બર ૨૦૦૮માં ચંદા કોચરનાં પતિ દિપક કોચર અને  વિડીયોકોન ગ્રુપનાં સ્થાપક વેણુગોપાલ ધુતે નુપાવર રીન્યુએબલ્સ પ્રાઇવેટ લિમીટેડ નામની કંપની સ્થાપી હતી. દિપક કોચર, ચંદા કોચરનાં ભાઇની પત્નિ અને દિપક કોચરનાં પિતાની કંપની પેસિફીક કેપીટલ એ કંપનીમાં ૫૦% હિસ્સો ધરાવતી હતી, અને બાકીનો ૫૦% હિસ્સો વેણુગોપાલ ધૂત ધરાવતા હતા.

તરત જ જાન્યુઆરી ૨૦૦૯ માં ધૂતે ડાઇરેક્ટર પદ છોડી દિધુ હતું અને પોતાની પાસે રહેલા નુપાવર રીન્યુએબલ્સનાં ૨૪૯૯૯ શેર દિપક કોચરને ૨.૫ લાખમાં આપી દિધા હતા.

માર્ચ ૨૦૧૦ માં સુપ્રિમ પાવર નામની કંપનીએ નુપાવર ને ૬૪ કરોડની લોન આપી હતી. સુપ્રિમ પાવરનાં ૯૯.૯૦% માલિક ફરી વેણુગોપાલ ધૂત જ હતા. એ જ સમય દરમિયાન દિપક કોચરનાં સંબંધીઓએ પોતાનાં શેર સુપ્રિમ એનર્જીને સોંપી દિધા. પરિણામે માર્ચ ૨૦૧૦નાં અંતમાં નુપાવરનો ૯૪.૯૯% હિસ્સો સુપ્રિમ એનર્જીનો થઇ ગયો અને બાકીનાં ૪.૯૯% હિસ્સો દિપક કોચર પાસે રહ્યો.

વહિવટોની જાળ વધારતા નવેમ્બર ૨૦૧૦માં ધૂતે તેનો સુપ્રિમ એનર્જીનો તમામ હિસ્સો મહેશચંદ્ર પુંગલિયાને ટ્રાન્સફર કરી દિધો. (મહેશચંદ્ર પુંગલિયા વિડીયોકોનનાં કર્મચારી છે કાં તો વિડીયોકોન ગ્રુપનાં સલાહકાર છે અને વેણુગોપાલ ધૂતનાં એકદમ નજીકનાં માણસ છે)

આગલા બે વર્ષ સુધી કોંઇ જ ચળવળ ન થઇ અને પછી ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૨ થી લઇને ૨૯ એપ્રિલ ૨૦૧૩ દરમિયાન પુંગલિયાએ તેની પાસે રહેલ સુપ્રિમ એનર્જીનો હિસ્સો કે જે વેણુગોપાલ ધૂતે આપ્યો હતો તે પિનેકલ એનર્જી ટ્રસ્ટ નામની સંસ્થાને માત્ર ૯ લાખમાં ટ્રાન્સફર કરી દિધો હતો. પિનેકલ એનર્જી ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટીતો ફરી દિપક કોચર જ હતા.

વ્હિસલબ્લોઅરનાં અહેવાલમાં આગળ જણાવાયું છે કે મે ૨૦૦૯માં  ચંદા કોચર આઇસીઆઇસીઆઇ બેંકનાં મેનેજીંગ ડાઇરેક્ટર અને સિઇઓ બન્યા ત્યારે નુપાવર રીન્યુએબલ્સની ઓળખ અને માલિકી છુપાવવા માટે બધા જ શેર પિનેકલ એનર્જી નામનાં ટ્રસ્ટને ટ્રાન્સફર કરી દેવાયા હતા.

વ્હિસલબ્લોઅરનાં અહેવાલ મુજબ આઇસીઆઇસીઆઇ બેન્કે વિડીયોકોન ગ્રુપની પ્રાઇવેટ કંપનીઓને ૩૨૫૦ કરોડની લોન આપી તેમજ વિડીયોકોન ગ્રુપની કેમન આઇલેન્ડ સ્થિત ટસ્કર ઓવરસીઝ  નામની કંપનીને પણ ૬૬૦ કરોડની લોન આપી.

ચંદા કોચરે પોતાની સત્તાનો ફાયદો ઊઠાવ્યો કે જેને લીધે આઇસીઆઇસીઆઇ બેંકને નુકશાન થયું. વિડીયોકોન ગ્રુપને આપેલી ૩૨૫૦ કરોડની લોન ૨૦૧૭ માં એનપીએ (નોન-પરફોર્મીંગ એસેટ) થઇ ગઇ. બધા રુપિયા ડુબી ગયા  

વ્હિસલબ્લોઅરે આગળ જણાવ્યું છે કે વિડીયોકોન ગ્રુપને ૩૨૫૦ કરોડની લોન મળ્યા પછી  વિડીયોકોનની જ કોઇ મોરીસીયસ સ્થિત કંપની દ્વારા ૩૨૫ કરોડ દિપક કોચરની કંપનીને ટ્રાન્સફર કર્યા.

બેન્કનાં બોર્ડે પહેલા તો ચંદા કોચરને ક્લિન ચીટ આપી દિધી હતી. બોર્ડે જણાવ્યું હતું કે ચંદા કોચર લોન કમિટીની ચેરપર્સન જ ન હતા કે જેણે વિડીયોકોન ની લોન મંજુર કરી હતી. તો પછી પોતાની સત્તાનો કોઇ ફાયદો ઊઠાવ્યો હોય તે સવાલ જ ઉત્પન્ન નથી થતો. બધી તપાસ કર્યા પછી બોર્ડ એ તારણ પર આવ્યું હતું કે કાંઇ ખોટું થયું હોય એવું લાગતું નથી.

બોર્ડે કહ્યું હતું કે તેને ચંદા કોચર પર પુરો વિશ્વાસ અને ભરોશો છે. કોઇ પર જાતનું ક્યુડ પ્રો ક્યુઓ, સબંધવાદ કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ દેખાતું નથી.

૨૦૧૨માં જે લોન આપી હતી એ ૨૦ બેન્કોનાં કોન્સોર્ટીયમમાં આપેલી હતી અને આઇસીઆઇસીઆઇ બેંક આગળ ન હતી, પરંતુ એસબીઆઇ હતી. આઇસીઆઇસીઆઇ બેન્કે આપેલી લોનની રકમ પણ વિડીયોકોનને મંજુર થયેલી ટોટલ લોનની ૧૦% થી પણ ઓછી હતી.
અહિયા વેણુગોપાલ ધૂતે બધા આરોપોને પાયાવિહોણા જણાવતા કહ્યુ હતું કે, ‘બે લોકો વચ્ચે કોઇ સંબંધ હોય તો જરૂરી નથી કે તેનું પરિણામ કોઇ ષડયંત્ર જ હોય’.  મરાઠી ચેનલ એબીપી મ્હાજા સાથે થયેલ ઇન્ટર્વ્યુમાં તેણે જણાવ્યું હતું કે તેણે ૨.૫ લાખનું રોકાણ કર્યું હતુ, અને પછી વિડીયોકોનનાં બીજા બિઝનેસ પર ધ્યાન આપવાનું હોવાથી તેનો ૫૦%  હિસ્સો દિપક કોચરને સોંપી દિધો હતો. પોતાનો હિસ્સો આપ્યા પાછી દિપક કોચર કે ચંદા કોચર સાથે કોઇ સંપર્ક ન હતો.

સુપ્રિમ પાવર પાસેથી નુપાવરને આવેલી ૬૪ કરોડની લોનનો ખુલાશો કરતા તેણે કહ્યું કે સુપ્રિમ એનર્જી નામની વિડીયોકોનની કોઇ કંપની જ નથી.

ધૂતે કહ્યું હતું કે આઇસીઆઇસીઆઇ બેંકે જે લોન આપી તે વિડીયોકોનનાં ઓઇલ અને ગેસ સેકટર પ્રોજેક્ટની યોગ્યતાને ધ્યાનમાં રાખીને અપાઇ હતી. 

દિપક કોચરને પુછેલા સવાલનાં જવાબમાં દિપક કોચરે જણાવ્યું હતું કે નુપાવર રીન્યુવેબલ્સમાં વેણુ ગોપાલ ધુતને શરૂઆતમાં ડાઇરેક્ટર તરીકે રાખવામાં આવ્યા હતા કારણ કે તેની પાસે સોલાર એનર્જી પ્રોજેક્ટનો અનુભવ છે. પરંતુ ૨૦ દિવસ પછી ધુત ડાઇરેક્ટર પદ પરથી બીજી જવાબદારીઓને લીધે ઊતરી ગયા હતા.

પાછલા કેટલાક દિવસો ચંદા કોચર માટે અઘરા બની રહ્યા છે. ચંદા કોચર કે જે ભારતની ટોપ બેન્કર છે તે રોકાણકારો અને પબ્લીકનો તેમજ બેન્કીન્ગ  સેક્ટરનાં નિષ્ણાંતોનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે.

એવી અટકળો છે કે ચંદા કોચર, આઇસીઆઇસીઆઇ બેંક કે જે ભારતની નંબર વન પ્રાઇવેટ બેંક છે તેના મેનેજીંગ ડાઇરેક્ટર અને સીઇઓનાં હોદ્દા પરથી ઊતરી જાય.

અત્યારે આઇસીઆઇસીઆઇનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં બાર લોકો છે જેમાંથી છ તો આઇસીઆઇસીઆઇ બેંકનાં કર્મચારીઓ તેમજ એક્ઝેક્યુટીવ ડાયરક્ટરો છે, અને બાકીનાં છ નોન-એક્ઝેક્યુટીવ ડાયરેક્ટરો છે પૈકી ચેરમેન એમ. કે. શર્મા, એલઆઇસી ચેરમેન વી. કે. શર્મા, ફાઇનાન્સ મિનીસ્ટ્રી જોઇન્ટ સેક્રેટરી લોક રન્જન (૫ અપ્રિલ સુધી અમિત અગ્રવાલ હતા), અને ત્રણ બીજા સ્વતંત્ર નિષ્ણાંતો પૈકી દિલીપ ચોકસી, નીલમ ધવન અને તુષાર શાહ.

સવાલ એ પણ ઊઠ્યો હતો કે ચંદા કોચરે શા માટે બોર્ડને જાણ ન કરી કે વિડીયોકોન ગ્રુપનાં બિઝનેસ વહીવટો તેનાં સંબંધી સાથે હતા.

વિવિધ ક્ષેત્રનાં લોકોએ તો પ્રાઇવેટ બેંકોનાં બોર્ડ પર વિશ્વાસ રાખવો કે નહી  તેમજ  બેન્કનાં કોર્પોરેટ ગવર્નન્સ પર પણ ચિંતાઓ વ્યક્ત કરી હતી.

અત્યારે કેસની તપાસ સિબીઆઇ કરી રહી છે. દિપક કોચરનાં ભાઇ રાજીવ કોચર એવિસ્ટા એડવાઇસરી નામની ફર્મ સિંગાપોરથી ચલાવે છે. સિબીઆઇએ રાજીવ કોચરને વિડીયોકોન ગ્રુપની લોન તેમજ નુપાવરનાં ડાઇરેક્ટર્સ અને મહેશચંદ્ર પુંગલીયા( વિડીયોકોન ગ્રુપનાં લાંબા સમયથી રહેલા સલાહકાર તેમજ વેણુગોપાલ ધુતનાં ખાસ માણસ)ની લોનનાં રીસ્ટ્રક્ચરીંગ બાબતે પુછપરછ કરી છે.

સિબીઆઇ હજું સુધી કોઇ ખાસ પરિણામ પર આવી નથી, પરંતુ જે થઇ રહ્યું છે તેણે આઇસીઆઇસીઆઇ બેંક તેમજ ચંદા કોચરની છબીને ખુબ જ નુકશાન પહોંચાડી દિધું છે. આ સમાચાર બહાર આવ્યા પછી દેશનાં તમામ મિડીયાવાળાઓ અલગ – અલગ પબ્લીક રીપોર્ટસનું પ્રુથક્કરણ કરીને બેંકનું ભવિષ્ય અંધકારમાં મુકી દિધુ છે.

આ સમાચાર બહાર આવ્યા પછી ચંદા કોચર તો શાંત જ છે, અને ચેરમેન એમ કે શર્માએ ક્યા આધાર પર ચંદા કોચર પર પુર્ણ વિશ્વાસ દેખાડેલ એ સવાલનો જવાબ ન મળતા આગમાં વધારે ઘી હોમાઇ રહ્યું છે.

કારણ કે આઇસીઆઇસીઆઇ બેંકની છબી એક જોખમ પર છે, આઇસીઆઇસીઆઇ બેંકનાં બોર્ડે કાંઇક એવુ કરવું પડશે કે જે આઇસીઆઈસીઆઇ બેંકનાં રોકાણકારો તેમજ આઇસીઆઇસીઆઇ બેંકમાં પૈસા મુકવાવાળા ડિપોસીટરોનો વિશ્વાસ પાછો મેળવી શકે. આ સમાચાર આવ્યા પછી આઇસીઆઇસીઆઇ બેંકનો શેર ૧૪% થી પણ વધારે તુટ્યો છે અને આઇસીઆઇસીઆઇ ગ્રુપની કંપની આઇસીઆઇસીઆઇ સેક્યુરીટીનાં આઇપીઓને પણ રોકાણકારોનો ખાસ પ્રતિસાદ મળ્યો નહી.

અત્યારે શું થશે એનો કોઇ અંદાજો લગાડી શકાય નહી, કદાચ કોચરે તેની ટર્મ પુરી થાય એ પહેલા આઇસીઆઇસીઆઇ બેંક છોડવી પડે.

Comments

  1. It is very important information about insurance and I have learnt lot of things from your blog.Compass Claims is a huge name which is providing insurance services in all sectors.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

SBI Life Insurance Company Ltd IPO - Should you subscribe?

Electronics Mart India Ltd - Should You Subscribe?

ICICI Lombard General Insurance Company Limited IPO - Should You Subscribe?